સત્ય. સાહસ. સંકલ્પ.

તમારા જરૂરી ઈમેલ પણ સ્પામમાં જાય છે? Gmailમાં આ 3 સેટિંગ્સ તરત બદલો

તમારા જરૂરી ઈમેલ પણ સ્પામમાં જાય છે? Gmailમાં આ 3 સેટિંગ્સ તરત બદલો

ઓફિસ, કોલેજ કે કંપનીનો જરૂરી ઈમેલ વારંવાર ઇનબોક્સને બદલે સ્પામ ફોલ્ડરમાં જતો હોય તો મહત્વની માહિતી ચૂકી શકાય છે. ખાસ કરીને ઓળખીતી વ્યક્તિ કે વિશ્વસનીય કંપનીના ઈમેલ સ્પામમાં જતા હોય તો તેને અવગણવાને બદલે Gmailની કેટલીક સરળ સેટિંગ્સથી આ સમસ્યા ઘટાડી શકાય છે.

1. ઈમેલને 'નોટ સ્પામ' તરીકે માર્ક કરો
Gmail ખોલીને સ્પામ ફોલ્ડરમાં જાઓ. ત્યાં કોઈ મહત્વનો ઈમેલ મળે તો તેને ખોલીને 'નોટ સ્પામ' વિકલ્પ પસંદ કરો. આથી ઈમેલ સ્પામમાંથી બહાર આવીને ઇનબોક્સમાં જશે અને Gmailને સંકેત મળશે કે આ પ્રકારનો ઈમેલ સ્પામ નથી.

2. પ્રેષકને Google Contactsમાં સેવ કરો
જે વ્યક્તિ કે કંપનીના ઈમેલ વારંવાર સ્પામમાં જતા હોય, તેમનું ઈમેલ એડ્રેસ Google Contactsમાં સેવ કરી રાખો. આ માટે Google Contacts ખોલીને નવો સંપર્ક બનાવો અને સંબંધિત ઈમેલ એડ્રેસ સેવ કરો.

3. ફિલ્ટર બનાવો
કોઈ ચોક્કસ પ્રેષકના ઈમેલ હંમેશા ઇનબોક્સમાં જ આવે તેવું હોય તો Gmailમાં ફિલ્ટર બનાવી શકાય છે. આ માટે કમ્પ્યુટર પર Gmail ખોલો અને સર્ચ બારમાં 'Show search options' પર ક્લિક કરો. ત્યારબાદ 'From' વિકલ્પમાં સંબંધિત પ્રેષકનું ઈમેલ એડ્રેસ નાખીને 'Create filter' પસંદ કરો. ફિલ્ટર બનાવતી વખતે 'Never send it to Spam' વિકલ્પ પસંદ કરો અને પછી 'Create filter' પર ક્લિક કરો. આથી તે પ્રેષક તરફથી આવતા ઈમેલ સ્પામમાં ન જાય તે માટે Gmailને સૂચના આપી શકાશે.

મોબાઈલ પર શું કરી શકાય?
Android ફોન, iPhone અથવા ટેબ્લેટ પર પણ સ્પામમાંથી ઈમેલ બહાર કાઢી શકાય છે. Gmail એપમાં જઈને સ્પામ ફોલ્ડર ખોલો અને 'More' વિકલ્પમાંથી 'Report not spam' પસંદ કરો. ધ્યાનમાં રાખો કે Gmailમાં ફિલ્ટર બનાવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે છે. જોકે સ્પામમાંથી ઈમેલ બહાર કાઢવા અને પ્રેષકનું ઈમેલ એડ્રેસ Contactsમાં સેવ કરવા જેવી કામગીરી ફોન પરથી પણ થઈ શકે છે. તેથી કોઈ મહત્વનો ઈમેલ વારંવાર સ્પામમાં જતો હોય તો તેને અવગણવાને બદલે Gmailની આ સેટિંગ્સ જરૂર તપાસવી જોઈએ.