સત્ય. સાહસ. સંકલ્પ.

ગીર સોમનાથના 73 ગામોની પાણી સમસ્યાનો અંત: માલગામમાં ₹98.97 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત

ગીર સોમનાથના 73 ગામોની પાણી સમસ્યાનો અંત: માલગામમાં ₹98.97 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત

ગીર સોમનાથ જિલ્લાના 73 ગામોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ₹98.97 કરોડની કોડીનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું માલગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજનાથી કોડીનાર તાલુકાનાં 60 અને સુત્રાપાડા તાલુકાનાં 13 ગામોને લાભ મળશે.

આ ગામો લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. પીવાના પાણી માટે ગ્રામજનોને દૂર ભટકવું પડતું હતું. નવી યોજના પૂર્ણ થતાં આ મુશ્કેલી ઘટશે અને ગ્રામજનોને પોતાના વિસ્તારમાં જ પાણી મળી રહેશે.

ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજા અને ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજના પૂરી થતાં 73 ગામોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે ગીરનારની લીલી પરિક્રમા પર પણ પાણીની અછતની અસર થઈ છે. પરિક્રમા દરમિયાન પાણીની ઉપલબ્ધતા અંગે વહીવટી તંત્ર સામે પડકાર રહ્યો છે અને બાળકો તથા વૃદ્ધોને પરિક્રમામાં ન લાવવા અપીલ કરવામાં આવી છે.