ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં બેડીયા-ખાંભા રોડ પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે, જ્યારે દસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉનાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેડીયા, સામતેર સહિત ત્રણથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા મુસાફરો રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે. અકસ્માતની જાણ થતાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.