સૌરાષ્ટ્રના ગીર પંથકમાં છેલ્લા 17 કલાક દરમિયાન ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા છે. સાસણ ગીર અને તાલાલા વિસ્તારમાં આ આંચકા મહેસૂસ થયા હતા. વારંવાર ધરતી ધ્રૂજતાં સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને રાત્રિના સમયે અચાનક આંચકા આવતાં લોકો ગભરાઈ જાય છે.
ગીર પંથક ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. સતત પાંચ આંચકા આવતાં લોકોમાં શંકા અને સવાલો ઊભા થયા છે કે શું આગળ પણ આવા આંચકા આવશે? શું આ કોઈ મોટા ભૂકંપની પૂર્વસૂચના છે?
નિષ્ણાતોના મતે ભૂકંપની ચોક્કસ આગાહી કરવી શક્ય નથી. તેથી નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ અને ફક્ત સત્તાવાર માહિતી પર ભરોસો રાખવો જોઈએ. ભૂકંપનો આંચકો અનુભવાય તો સુરક્ષિત સ્થળે રહેવું, બારી, કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે.
આ ઘટનાક્રમ પર સત્તાવાળાઓની નજર છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.