ઘી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે, પરંતુ બજારમાં મળતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વધી છે. ઊંચી કિંમતે ખરીદેલું ઘી પણ ભેળસેળયુક્ત હોઈ શકે છે. વનસ્પતિ ઘી, પામ ઓઇલ, સ્ટાર્ચ અને કૃત્રિમ રંગોની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભેળસેળ ઓળખવા લેબ ટેસ્ટ સચોટ પદ્ધતિ છે. લેબમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ફુરફુરાલ સોલ્યુશન વાપરીને ઘીમાં ભેળસેળ ચકાસાય છે. જો ઘીમાં પિંક રંગ દેખાય તો તે ભેળસેળયુક્ત હોવાનું સૂચવે છે.
સામાન્ય લોકો ઘરે પણ ઘીની શુદ્ધતા ચકાસી શકે છે. ટાઇલ્સ સાફ કરવાના એસિડના થોડા ટીપાંમાં 10-15 ખાંડના દાણા ઉમેરીને મિક્સ કરો. જો ઘીમાં ભેળસેળ હશે તો પિંક રંગ દેખાશે. આ ટેસ્ટ પ્રાથમિક સંકેત આપે છે, પરંતુ ચોક્કસ ખાતરી માટે લેબ ટેસ્ટ કરાવવો જરૂરી છે.
આ વીડિયોમાં લેબ ટેસ્ટ અને ઘરે ટાઇલ્સ ક્લિનિંગ એસિડ તથા ખાંડનો ઉપયોગ કરીને ઘીની શુદ્ધતા કેવી રીતે ચકાસવી તેની માહિતી આપવામાં આવી છે.