સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ પહેલા ઘટસ્થાપન: માહી અને દર્શન પટેલે અમદાવાદમાં શાસ્ત્રોક્ત વિધિ કરી, વીડિયો જુઓ

નવરાત્રિ પહેલા ઘટસ્થાપન: માહી અને દર્શન પટેલે અમદાવાદમાં શાસ્ત્રોક્ત વિધિ કરી, વીડિયો જુઓ

આવતીકાલથી આસો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા શક્તિની ઉપાસનાના આ પર્વમાં ઘટસ્થાપનનું વિશેષ મહત્ત્વ છે. ઘરમાં નવી ઊર્જાનો સંચાર થાય અને નકારાત્મકતા દૂર થાય તે માટે લોકો ઘટસ્થાપન કરતા હોય છે.

પણ શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન કેવી રીતે કરવું? કયા મંત્રોનો ઉચ્ચાર કરવો? અને પૂજામાં કઈ સામગ્રી જોઈએ? એ જાણવું પણ એટલું જ જરૂરી છે. આ માટે દિવ્ય ભાસ્કરે ઘટસ્થાપનની સંપૂર્ણ વિધિનો ખાસ વીડિયો તૈયાર કર્યો છે.

આ વીડિયોમાં જાણીતા કન્ટેન્ટ ક્રિએટર માહી અને દર્શન પટેલે ઘટસ્થાપનની સંપૂર્ણ પૂજાવિધિ કરી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથેની આ વિધિ જાણીતા ભાગવત કથાકાર અને આચાર્ય શાસ્ત્રી શૈલેષભાઈ વ્યાસ દ્વારા કરાવવામાં આવી છે. આ વીડિયો અમદાવાદના શિવાનંદ આશ્રમ સ્થિત અષ્ટલક્ષ્મી મંદિરમાં શૂટ કરવામાં આવ્યો છે.

ઘટસ્થાપનની પૂજાવિધિનો આ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.