સત્ય. સાહસ. સંકલ્પ.

ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન: બનાસકાંઠામાં માત્ર 29% વરસાદ, ખેડૂતોની હાલત કફોડી

ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન: બનાસકાંઠામાં માત્ર 29% વરસાદ, ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારીના ગુજરાત પ્રવાસ વચ્ચે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પહેલી વખત પ્રભારી આવ્યા છે. બેઠકમાં દરેક આગેવાને પોતાના જિલ્લાની સ્થિતિથી પ્રભારીને વાકેફ કર્યા હતા.

ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ઓછા વરસાદને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના મતવિસ્તારમાં માત્ર 29 ટકા વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઘાસચારાના મુદ્દે પણ તેમણે સરકાર પર આક્ષેપ કર્યા હતા.

ગુજરાતમાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના વધતા વેપાર અંગે ગેનીબેન ઠાકોરે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ સરકારના હાથા તરીકે કામ કરી રહી છે. દારૂના દૂષણથી મહિલાઓના પરિવારો પર ગંભીર અસર થાય છે તેવી વાત પણ તેમણે કરી હતી.