સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણામાં ગણપત પટેલનું વિવાદી નિવેદન: પાટીદાર યુવકોમાં વ્યસન વધતું, છોકરીઓ ગોલ્ડ મેડલ લાવે છે

મહેસાણામાં ગણપત પટેલનું વિવાદી નિવેદન: પાટીદાર યુવકોમાં વ્યસન વધતું, છોકરીઓ ગોલ્ડ મેડલ લાવે છે

મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં પાટીદાર અગ્રણી અને ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે યુવકોમાં વધતા દારૂ અને ડ્રગ્સના વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એક તરફ પાટીદાર સમાજની દીકરીઓ ગોલ્ડ મેડલ લાવી રહી છે, બીજી તરફ યુવકો દારૂડિયા થઈ ગયા છે, તો મેળ ક્યાંથી પડશે?

ગણપત પટેલે વધુમાં જણાવ્યું કે આજે યુવાનોમાં ડ્રગ્સ અને નશાનું દૂષણ વધી રહ્યું છે. પાટીદાર પરિવારો આર્થિક રીતે સંપન્ન થયા છે, પરંતુ સાથે સાથે દૂષણો પણ વધ્યા છે. તેમણે કહ્યું કે સમાજના દીકરાઓ દારૂ અને ડ્રગ્સના વ્યસને ટડી ગયા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમાજના આગેવાનોએ યુવાનોને ગેરમાર્ગે જતા રોકવા પડશે અને તેમનામાં સમજણ લાવવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે સમસ્યા પહેલા આપણા ઘરમાં જ છે, તેથી સુધારો પણ ઘરથી જ લાવવો પડશે. ગણપત પટેલે યુવકોમાં સમજણ લાવવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનિય છે કે ગણપત પટેલ, જેઓ પેટ પટેલ તરીકે પણ જાણીતા છે, ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક છે અને ચારોકી ઈન્ટરનેશનલના સ્થાપક છે. નિવૃત્તિ પહેલા તેઓ પ્રમુખ અને સીઈઓ હતા. હાલ તેઓ મહેસાણા જિલ્લામાં આવેલી ગણપત યુનિવર્સિટીના ચેરમેન છે.