સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશોત્સવ આવતીકાલથી: સ્થાપનાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્રી અને વિધિ, રાશિ પ્રમાણે મંત્ર જાપ

ગણેશોત્સવ આવતીકાલથી: સ્થાપનાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્રી અને વિધિ, રાશિ પ્રમાણે મંત્ર જાપ

હિન્દુ પરંપરામાં કોઈ પણ શુભ કાર્ય વિઘ્નહર્તા ગણેશજીની પૂજા વગર શરૂ કરવામાં આવતું નથી. આ વર્ષે 14 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. ગણેશ ચતુર્થીથી શરૂ થતો આ ઉત્સવ 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ભાદરવા સુદ ચોથ તિથિ 14 સપ્ટેમ્બરે સવારે 07:07 વાગ્યાથી શરૂ થઈને 15 સપ્ટેમ્બરની સવારે 07:44 સુધી રહેશે. આ વખતે ગણેશ ચતુર્થી સોમવારે આવી રહી છે. સોમવારના સ્વામી ભગવાન શિવ મનાય છે, જ્યારે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન ગણેશ છે. આ સ્થિતિમાં ગણેશજી સાથે શિવજીના પૂજનનું પણ મહત્ત્વ રહેશે.

ભગવાન ગણેશ વિઘ્ન વિનાશક અને કાર્યમાં સિદ્ધિ આપનાર દેવ છે. ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ જી. જોશીના જણાવ્યા મુજબ, ગણપતિ બાપ્પાની પૂજા માટે ભક્તોએ રાશિ પ્રમાણે અલગ-અલગ મંત્રોનો જાપ અને પૂજા કરવી જોઈએ.

ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત, પૂજાની સામગ્રી, સરળ વિધિ તથા રાશિ પ્રમાણે મંત્ર અને પૂજા-વિધિ અંગેની વિગતો ઉપલબ્ધ છે. ભક્તો પોતાની રાશિ અનુસાર મંત્ર જાપ કરીને ગણપતિની પૂજા કરી શકે છે.