સત્ય. સાહસ. સંકલ્પ.

નવો કાયદો: ભાડું ન ચૂકવો તો પણ મકાનમાલિક તરત મકાન ખાલી નહીં કરાવી શકે, ડિપોઝિટ 3 મહિનાથી વધુ નહીં

નવો કાયદો: ભાડું ન ચૂકવો તો પણ મકાનમાલિક તરત મકાન ખાલી નહીં કરાવી શકે, ડિપોઝિટ 3 મહિનાથી વધુ નહીં

ગાંધીનગર: ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદો ઘટાડવા તથા ભાડાના નિયમોને પારદર્શક બનાવવા એક નવું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. આ કાયદો ભાડે મકાન લેવા-આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લાવવામાં આવ્યો છે.

નવા નિયમોમાં ભાડાની રકમ, મિલકતની જાળવણી, ડિપોઝિટની મર્યાદા, જરૂરી સેવાઓ અને મકાન ખાલી કરાવવા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. હવે મકાનમાલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ ડિપોઝિટ લઈ શકશે નહીં. મકાન ખાલી કર્યા પછી, માન્ય કપાત કરીને એક મહિનાની અંદર ડિપોઝિટ ભાડૂઆતને પરત કરવી પડશે.

ભાડાના વિવાદોના ઝડપી નિરાકરણ માટે ખાસ ઓથોરિટી અને રેન્ટ કોર્ટની રચના કરવામાં આવશે. સામાન્ય રીતે 60 દિવસની અંદર કેસનો આખરી નિકાલ કરવામાં આવશે.