ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. અત્યાર સુધીની ગણતરીમાં ભાજપને મોટાભાગની બેઠકો મળી છે, અને મનપા પર ભાજપની જીત નિશ્ચિત જણાય છે.
જોકે વોર્ડ 6માં મોટો ઉલટફેર નોંધાયો છે. અહીં રિકાઉન્ટીંગ બાદ કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઈ છે. આ વોર્ડમાં કોંગ્રેસે ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને જવાબદારી સોંપી હતી. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં ગોહિલની મહેનત રંગ લાવી છે.
અન્યત્ર, વોર્ડ 2 અને વોર્ડ 7માં ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ 7માં કોંગ્રેસના નગીનભાઈ નાડિયાએ જીત મેળવી છે, જ્યારે વોર્ડ 2માં અપક્ષ ઉમેદવાર દીપિકાબા વાઘેલા વિજેતા થયા છે.