સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ: આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ: આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. સેક્ટર-15 સ્થિત કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમોમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ હતી.

આ વખતે સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું છે. નોંધાયેલા 2,59,985 મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખીયા જંગમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના વિજયનો દાવો કરી રહ્યા છે.

મેયરનો ગઢ ગણાતા વોર્ડ નંબર 5માં આ વખતે માત્ર 48.63 ટકા મતદાન થયું છે, જે સૌથી ઓછું છે. અહીં 13,040 મતદારોમાંથી ફક્ત 6,342 લોકોએ મત આપ્યો છે. મહિલા મતદાન 45.44 ટકા રહ્યું છે. આ વોર્ડમાંથી અગાઉ 2011માં મહેન્દ્રસિંહ રાણા, 2015માં હંસાબેન મોદી, 2016માં પ્રવીણ પટેલ અને 2019માં રીટાબેન પટેલ મેયર બન્યા હતા. આથી આ વોર્ડનું પરિણામ ચાવીરૂપ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીમાં ભાજપને 41 બેઠકો પર વિજય મળ્યો હતો. હવે તમામની નજર મતગણતરી પર છે.