ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસે વોર્ડ નંબર 1, 3, 8, 9 અને 10 માટે ઉમેદવારો જાહેર કર્યા છે. વોર્ડ નંબર 1માંથી જલ્પા ઠાકોર અને સુનિતા પટેલને મહિલા ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે, સાથે રવિન્દ્ર ત્રિવેદી અને નંદુ પટેલના નામ પણ જાહેર થયા છે. વોર્ડ નંબર 3માં હેતલ રાઠોડ, શિવાની શાહ, માનાજી મોદી અને મહેન્દ્રસિંહ ચાવડાને ટિકિટ મળી છે. વોર્ડ નંબર 8માં આશાબેન ઠાકોર, દક્ષાબેન પરમાર, ચિરાગ ઠાકોર અને ફેવીન પટેલને ઉમેદવાર બનાવાયા છે. વોર્ડ નંબર 10માં પલકબેન ગોહિલ, વૈશાલીબેન પરમાર, રમેશભાઈ દેસાઈ અને ઉમેશકુમાર પટેલના નામ છે. વોર્ડ નંબર 9ના ઉમેદવારોના નામ અત્યાર સુધી જાહેર થયા નથી.
આમ આદમી પાર્ટીએ પ્રથમ તબક્કામાં 44માંથી 23 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં વોર્ડ નંબર 1થી 11 સુધીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 1માંથી બળદેવભાઈ પટેલ અને વિજયસિંહ વાઘેલા, વોર્ડ નંબર 3માંથી શ્રેયા મકવાણા, પિંકી રાજપૂત અને ભરતભાઈ જોશી, વોર્ડ નંબર 5માંથી પાર્વતીબેન નાગર અને જીતેન્દ્ર ધરવાટર્યા, તેમજ વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો પર પાર્વતીબેન વસાવા, સોનાબેન પટ્ટણી, તુષાર પારેખ અને હેમાભાઈ ભાલોટર્યાને ઉમેદવાર બનાવાયા છે. વોર્ડ નંબર 7માંથી રાહુલ વાઘેલા અને સુરેશ પટેલ, વોર્ડ નંબર 8માંથી દેવયાની રાઠોડ અને ધર્મેશભાઈ ઠાકોર, વોર્ડ નંબર 9માંથી ગૌતમભાઈ પરમાર, વોર્ડ નંબર 10માંથી 'એન્જલ માસી' તરીકે જાણીતા પારેખ જય અને ડૉ. હાર્દિક વિ. ત્રિવેદી, અને વોર્ડ નંબર 11માંથી કૈલાશબેન પરમાર તથા રાજેશ્વરીબેન સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
ઉમેદવારોની જાહેરાત સાથે ગાંધીનગર મનપા ચૂંટણીની તૈયારીઓએ વેગ પકડ્યો છે. કોંગ્રેસ અને AAP ઉપરાંત અન્ય પક્ષો પણ ટૂંક સમયમાં ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.