ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. 2021ની ચૂંટણીમાં 20 ટકાથી વધુ મતહિસ્સો મેળવીને એક બેઠક જીતનારી AAP આ વખતે એક પણ બેઠક જીતી શકી નથી. પાર્ટીના તમામ 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.
આ વખતે AAPનો મતહિસ્સો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યો નથી. જ્યારે ભાજપે ભવ્ય જીત મેળવી છે અને કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર વિજય મેળવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં AAPનો કારમો પરાજય થયો છે.