સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે બુધવારે (16 સપ્ટેમ્બર) કરી છે. પંચે સાંજે પત્રકાર પરિષય યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો, અને તેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી કાર્યક્રમની મુખ્ય તારીખો નીચે મુજબ છે:

ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર
ફોર્મ પરત ખેંચવાની તારીખ: 29 સપ્ટેમ્બર
મતદાનની તારીખ: 11 ઓક્ટોબર
મતગણતરી અને પરિણામ: 13 ઓક્ટોબર

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારોએ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પ્રચાર સુધીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.