સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતરી, કોઈને ઇજા નહીં

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતરી, કોઈને ઇજા નહીં

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી (GIFT City) નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જવાની ઘટના બની છે. આ ઘટના મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન દરમિયાન સર્જાઈ હતી.

સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. યાત્રીઓ આગામી સ્ટેશને ઉતરી ગયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બન્યા બાદ મેટ્રો ટ્રેન સેવા અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે ગિફ્ટ સિટી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. મામલે પૂછપરછ કરતાં માહિતી મળી કે મેટ્રો ટ્રેન સેવા ટેક્નિકલ કારણોસર બંધ કરવામાં આવી છે. જેના કારણે ગાંધીનગર જતા લોકો અને નોકરિયાતો અચાનક જ અધવચ્ચે ફસાઈ ગયા હતા. હાલ કોઈને ઘટનાસ્થળે જવા દેવામાં આવ્યા નથી.