ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને મહત્વના હોદ્દાઓ માટે લોબિંગ શરૂ થયું છે. મેયર પદ માટે ધર્મેન્દ્ર નાયી, કનૈયાલાલ દેસાઈ, મહેશ ચૌધરી અને રૂપસિંહજી ઠાકોરનાં નામ ચર્ચામાં છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે મહેન્દ્ર પટેલ અને મેહુલ પટેલનાં નામ મુખ્યત્વે ચર્ચામાં છે. આ ઉપરાંત એક ક્ષત્રિય કોર્પોરેટરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક નેતાઓ પોતાના સમર્થકોને આ બંને મહત્વના હોદ્દાઓ પર ગોઠવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં છે. અંતિમ નિર્ણય સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.