સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં ડેન્ગ્યુ: રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવેલા 14 જવાનો સંક્રમિત

ગાંધીનગરમાં ડેન્ગ્યુ: રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવેલા 14 જવાનો સંક્રમિત

ગાંધીનગરમાં ડેન્ગ્યુના કારણે અર્ધલશ્કરી દળના 14 જવાનો સંક્રમિત થયા છે. આ જવાનો રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની તૈયારીઓ માટે ગાંધીનગર આવ્યા હતા. કુલ 70 જવાનોમાંથી 14નો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ જવાનો ગાંધીનગરના સેક્ટર 28 અને 29માં આવેલા આવાસમાં રોકાયા હતા. ત્યાં રોકાણ દરમિયાન તેમને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ વિસ્તારોમાં તંત્ર દ્વારા ફોગિંગ અને અન્ય નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જોકે, એક જ સ્થળે 14 જવાનોને ડેન્ગ્યુ થતાં નિવારણ અને સંકલન અંગે પ્રશ્નો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જવાનોને રોકાણ માટે ફાળવાયેલી બાંધકામ હેઠળની જગ્યાએ સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની યોગ્ય તપાસ થઈ હોત તો આ ચેપ ફેલાતો અટકાવી શકાયો હોત. ગાંધીનગરમાં ડેન્ગ્યુના વધતા કેસો ચિંતાનો વિષય બન્યા છે.