સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસે બીજી યાદીમાં 16 ઉમેદવારો જાહેર કર્યા, અત્યાર સુધી કુલ 35ને ટિકિટ

ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસે બીજી યાદીમાં 16 ઉમેદવારો જાહેર કર્યા, અત્યાર સુધી કુલ 35ને ટિકિટ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ વધુ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 35 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસે 25 સપ્ટેમ્બરે પ્રથમ યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હજુ 11 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. મળતી માહિતી મુજબ, જે ઉમેદવારોના નામ હજુ જાહેર થયા નથી, તેમને પાર્ટી તરફથી ટેલિફોન પર જાણ કરવામાં આવી છે.

ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી તથા પરિણામ જાહેર થશે.

ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસે બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત સાથે શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) સહિતના પક્ષો પણ ચૂંટણી મેદાનમાં છે.