ગાંધીનગરમાં આજે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી રહી છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સફરને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહે વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈને રાજ્ય સરકારના અધિકારીઓ અને મંત્રીઓ વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેની તૈયારીઓની સમીક્ષા થઈ શકે છે. બીજી તરફ, મહેસૂલી કર્મચારીઓના આંદોલનને લઈને સરકારે લીધેલા પગલાં અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.
બેઠકના એજન્ડામાં સમાન નાગરિક સંહિતા (UCC)ના નિયમો, નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના બંદોબસ્ત સહિતના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ સામેલ થઈ શકે છે.
આજે 09 ઓક્ટોબરે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે. દિવસભરના મોટા અને મહત્ત્વના સમાચારના તાત્કાલિક અપડેટ્સ માટે વાચકો આ પેજ સતત રિફ્રેશ કરતા રહે.