ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં વોર્ડ નંબર 2, 4 અને 6ના કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ છે. આ પહેલાં ભાજપે પ્રથમ યાદીમાં 32 ઉમેદવારો જાહેર કર્યા હતા. હવે બીજી યાદી સાથે પક્ષે કુલ 44 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
બીજી યાદીમાં વોર્ડ નંબર 2, 4 અને 6ની ચાર-ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 2માં સોનલબેન મેહુલભાઈ વાઘેલા, દીપ્તીબેન મનીષભાઈ પટેલ, અરવિંદજી ડાહ્યાજી ઠાકોર અને અનિલસિંહ મહોબતસિંહ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 4માં મિત્તલબેન ગજેન્દ્રસિંહ વાઘેલા, જોસનાબેન મેહલાજી ઠાકોર, રૂપસિંહ રાણાજી ઠાકોર અને જશપાલસિંહ પ્રવીણસિંહ બિહોલાને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નંબર 6માં લીલાબેન વિરમજી ચારેલ, રિન્કુબા પાર્થરાજસિંહ ડોડીયા, નિલેશકુમાર નટવરલાલ મહેરીયા અને રાજદીપસિંહ વિક્રમસિંહ ગોલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
પ્રથમ યાદીમાં ભાજપે વોર્ડ નંબર 1, 3, 5, 7, 8, 9, 10 અને 11 માટે કુલ 32 ઉમેદવારો જાહેર કર્યા હતા.
વોર્ડ નંબર 1માં શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજનાબેન સુરેશભાઈ મહેતા, ગૌરાંગ સુરેશભાઈ પટેલ અને મહેશકુમાર નટુભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નંબર 3માં મિતલબેન હાર્દિકભાઈ ખિમસુરિયા, સોનાલી ઉરેન પટેલ, અંકિત અશ્વિન બારોટ અને ઉમેશભાઈ રમેશચંદ્ર જહાને ટિકિટ મળી છે.
વોર્ડ નંબર 5માં હેમાબેન મંથનકુમાર ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ, કનૈયાલાલ ગાંડાભાઈ દેસાઈ અને કિંજલકુમાર હરેશભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 7માં કિંજલબેન દિનેશભાઈ ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ભાવિક ગુણવંતભાઈ સુતરીયા અને શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નંબર 8માં મનિષાબેન મિતેષકુમાર પ્રજાપતિ, અમિતાબેન કમલેશભાઈ ઉપાધ્યાય, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર અને મેહુલભાઈ રમણભાઈ પટેલને ટિકિટ મળી છે.
વોર્ડ નંબર 9માં શારદાબેન કાળાજી ઠાકોર, વૈદેહી બિપિન રાવલ, જેન્તિભાઈ સદાભાઈ ડાભી અને મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 10માં તન્વીબેન વિશ્વેષભાઈ પટેલ, વિલાસબા રાજેન્દ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી અને ગૌરાંગ દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નંબર 11માં કમુબેન માણેકજી ઠાકોર, સેજલબેન કનુભાઈ પરમાર, જશવંતલાલ અંબાલાલ પટેલ અને રવિ દિનેશભાઈ પટેલને ટિકિટ મળી છે.