ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ટિકિટ વાંચ્છુકો અને તેમના સમર્થકો પહોંચ્યા હતા. 44 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો મહિલા અનામત હોવાથી મહિલા ટિકિટ વાંચ્છુકોની ભીડ વધુ જોવા મળી હતી.
આ દરમિયાન એબીપી અસ્મિતાના સંવાદદાતાએ ટિકિટ વાંચ્છુકોને ગાંધીનગરના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. જવાબમાં કેટલાક ભાજપના સમર્થકોએ પાટનગરના રસ્તા અને ગટર વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ટિકિટ મળશે અને ચૂંટણીમાં જીત થશે તો રસ્તા સુધારવા તેમજ ગટરની સમસ્યા દૂર કરવા જરૂરી કામ કરવામાં આવશે.
હવે ભાજપ કોને ટિકિટ આપે છે તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે.