ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 5ના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીલાબેન શુક્લાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
નીલાબેન શુક્લા 2016થી 2021 દરમિયાન ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે, આ વખતે પક્ષ તરફથી ટિકિટ ન મળતાં તેમણે પોતાની સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી છે.
નીલાબેન શુક્લાનો આરોપ છે કે વોર્ડ નંબર 5માં બે વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે એક કોર્પોરેટરના પુત્રને અન્ય વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે પોતાની કદર ન કરી હોવાનો દાવો કરતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
નીલાબેનનું કહેવું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ઉમેદવારી પાછી નહીં ખેંચે. તેમની અપક્ષ ઉમેદવારીથી વોર્ડ નંબર 5માં ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બન્યો છે.