સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારો જાહેર કર્યા, 3 વોર્ડ બાકી

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારો જાહેર કર્યા, 3 વોર્ડ બાકી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 32 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કુલ 11 વોર્ડ ધરાવતી આ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 2, 4 અને 6ના ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે.

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને પાર્ટીએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.

વોર્ડવાર ઉમેદવારો:

વોર્ડ નંબર 1માં શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજનાબેન સુરેશભાઈ મહેતા, ગૌરાંગ સુરેશભાઈ પટેલ અને મહેશકુમાર નટુભાઈ ચૌધરીને ટિકિટ મળી છે.

વોર્ડ નંબર 3માં મિતલબેન હાર્દિકભાઈ ખિમસુરિયા, સોનાલી ઉરેન પટેલ, અંકિત અશ્વિન બારોટ અને ઉમેશભાઈ રમેશચંદ્ર જહાને ઉમેદવાર બનાવાયા છે.

વોર્ડ નંબર 5માં હેમાબેન મંથનકુમાર ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ, કનૈયાલાલ ગાંડાભાઈ દેસાઈ અને કિંજલકુમાર હરેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 7માં કિંજલબેન દિનેશભાઈ ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ભાવિક ગુણવંતભાઈ સુતરીયા અને શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલને મેદાનમાં ઉતારાયા છે.

વોર્ડ નંબર 8માં મનિષાબેન મિતેષકુમાર પ્રજાપતિ, અમિતાબેન કમલેશભાઈ ઉપાધ્યાય, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર અને મેહુલભાઈ રમણભાઈ પટેલને ટિકિટ મળી છે.

વોર્ડ નંબર 9માં શારદાબેન કાળાજી ઠાકોર, વૈદેહી બિપિન રાવલ, જેન્તિભાઈ સદાભાઈ ડાભી અને મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલને ઉમેદવારી આપવામાં આવી છે.

વોર્ડ નંબર 10માં તન્વીબેન વિષ્વેષભાઈ પટેલ, વિલાસબા રાજેન્દ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી અને ગૌરાંગ દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 11માં કમુબેન માણેકજી ઠાકોર, સેજલબેન કનુભાઈ પરમાર, જશવંતલાલ અંબાલાલ પટેલ અને રવિ દિનેશભાઈ પટેલને ઉમેદવાર બનાવાયા છે.

ચૂંટણીનો કાર્યક્રમ અને મતદાનની વિગતો

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. ગાંધીનગરમાં કુલ 2,56,443 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુગમ બને તે માટે શહેરમાં કુલ 295 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. નાગરિકો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.