સત્ય. સાહસ. સંકલ્પ.

વૈભવ સૂર્યવંશીને ટીમમાં લેવાનો નિર્ણય ગંભીર માટે સૌથી અઘરો, આખી રાત ઊંઘ ન આવી

વૈભવ સૂર્યવંશીને ટીમમાં લેવાનો નિર્ણય ગંભીર માટે સૌથી અઘરો, આખી રાત ઊંઘ ન આવી

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે કે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સંજુ સેમસનને બહાર રાખીને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને તક આપવાનો નિર્ણય તેમના કોચિંગ કરિયરનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. આ નિર્ણય પછી તેમને આખી રાત ઊંઘ ન આવી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે શ્રેણી પહેલાં જિયો હોટસ્ટાર સાથે વાત કરતાં ગંભીરે કહ્યું, “તે મારા બે વર્ષના કોચિંગ કરિયરની સૌથી મુશ્કેલ રાત હતી, જ્યારે હું ઊંઘી શક્યો નહોતો. મેં સંજુને આ નિર્ણય વિશે જણાવ્યું. તેણે તે સમજી લીધો અને સારી રીતે સ્વીકાર્યો.”

ભારત ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ હારી ગયું હતું. ત્યારબાદ સંજુ સેમસનને બહાર કરીને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ આપવામાં આવ્યું. ગંભીરે કારણ આપ્યું કે વૈભવ શ્રેષ્ઠ ફોર્મમાં હતો અને ભારતને શ્રેણી જીતવાની જરૂર હતી. તેમણે એ પણ યાદ અપાવ્યું કે સેમસન 2026 T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો, તેથી નિર્ણય વધુ અઘરો બન્યો.

ગંભીરે જણાવ્યું કે તેઓએ સેમસન સાથે પ્રામાણિકપણે વાત કરી અને આ વાતચીત ફક્ત તેમના અને સંજુ વચ્ચે જ રહી.

આગામી T20 શ્રેણીમાં અફઘાનિસ્તાન સામે સંજુ સેમસન પાછો ફર્યો અને વૈભવને બહાર કરવામાં આવ્યો. વાપસી પર સંજુએ ત્રણ મેચની શ્રેણીમાં બે અડધી સદી ફટકારી, જ્યારે ભારતે શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી.