સત્ય. સાહસ. સંકલ્પ.

FSSAIનો નવો નિયમ: દૂધ, દહીં અને પનીર પર હવે વાદળી-સફેદ લોગો ફરજિયાત

FSSAIનો નવો નિયમ: દૂધ, દહીં અને પનીર પર હવે વાદળી-સફેદ લોગો ફરજિયાત

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI)એ દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો માટે એક સમાન લોગો નક્કી કર્યો છે. આ લોગો તમામ કંપનીઓના પેકેજિંગ પર એકસરખી રીતે છપાવાનો રહેશે. તેની અમલની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

નવા લોગોમાં વાદળી ચોરસમાં સફેદ રંગનું દૂધનું ટીપું દેખાશે. દૂધ, દહીં, પનીર સહિત તમામ ડેરી ઉત્પાદનોનાં પેકેટ પર કંપનીઓએ આ ચિહ્ન વાપરવું પડશે.

ગ્રાહકોને આનો સીધો ફાયદો થશે. ખરીદી કરતી વખતે પેકેટ પરનું આ ચિહ્ન જોઈને સહેલાઈથી ખબર પડશે કે ઉત્પાદન દૂધ છે કે દૂધમાંથી બનેલું છે. આ પહેલાં પણ ખાદ્ય ઉત્પાદનો પર લાલ અને લીલા રંગનાં ચિહ્ન હોય છે, જે દર્શાવે છે કે ઉત્પાદન માંસાહારી છે કે શાકાહારી. લાલ ચિહ્ન એટલે માંસ, માછલી કે ઈંડા જેવી વસ્તુ, અને લીલું ચિહ્ન એટલે સંપૂર્ણ શાકાહારી ઉત્પાદન. તે જ રીતે, વાદળી ચોરસવાળું નવું ચિહ્ન દૂધ અને ડેરી ઉત્પાદનો ઓળખવાનું સરળ બનાવશે.

FSSAIના આ નિયમો 1 જુલાઈ, 2028થી અમલમાં આવશે. એ તારીખ સુધીમાં તમામ કંપનીઓએ દૂધ અને ડેરી ઉત્પાદનોના પેકેજિંગ પર નવો વાદળી-સફેદ લોગો દર્શાવવો ફરજિયાત રહેશે.