સત્ય. સાહસ. સંકલ્પ.

ફોર્બ્સની 2027ની યાદી: અમેરિકાની આ 25 યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી લેતાં સૌથી વધુ પગાર મળે છે

ફોર્બ્સની 2027ની યાદી: અમેરિકાની આ 25 યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી લેતાં સૌથી વધુ પગાર મળે છે

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઘણો ઊંચો છે. એટલે એ જોવું જરૂરી બને છે કે અભ્યાસમાં કરેલો ખર્ચ પાછો કેટલામાં મળે. આ માટે ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે એવી અમેરિકન કોલેજોનું રેન્કિંગ બહાર પાડે છે, જે રોકાણ પર સૌથી સારું વળતર આપે છે. આ વખતે ફોર્બ્સે 2027 માટેનું રેન્કિંગ જાહેર કર્યું છે.

આ યાદી પ્રિન્સટન યુનિવર્સિટી ટોચ પર છે. ન્યૂ યોર્કની સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્ક (CUNY) સિસ્ટમની સાત કોલેજો ટોચની 10માં જગ્યા પામી છે. આ રેન્કિંગ મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે — સ્નાતક થયા પછી મળતી કમાણી, અભ્યાસનો ખરીદ ખર્ચ, અને વિદ્યાર્થી લોન તથા નાણાકીય સહાય.

નીચેની કોષ્ટકમાં 25 કોલેજ-યુનિવર્સિટી, તેમની ટ્યુશન ફી અને ડિગ્રી લીધાના 10 વર્ષ બાદ મળતો સરેરાશ પગાર આપવામાં આવ્યો છે. જ્યાં ઇન-સ્ટેટ અને આઉટ-ઓફ-સ્ટેટ ફી અલગ છે, ત્યાં બંને દર્શાવ્યા છે. ભારતીય રૂપિયામાં રકમ અંદાજિત છે.

ક્રમકોલેજ/યુનિવર્સિટીટ્યુશન ફી10 વર્ષ બાદ સરેરાશ પગાર1પ્રિન્સટન યુનિવર્સિટી$62,688 (₹59.55 લાખ)$1,21,773 (₹1.15 કરોડ)2હન્ટર કોલેજ$7,382 (₹7.01 લાખ) [ઇન-સ્ટેટ] / $15,332 (₹14.56 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$99,517 (₹94.54 લાખ)3બ્રુકલિન કોલેજ$7,452 (₹7.07 લાખ) [ઇન-સ્ટેટ] / $15,402 (₹14.63 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,03,370 (₹98.20 લાખ)4ક્વીન્સ કોલેજ$7,358 (₹6.99 લાખ) [ઇન-સ્ટેટ] / $15,488 (₹14.71 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,04,801 (₹99.56 લાખ)5લેહમેન કોલેજ$7,410 (₹7.03 લાખ) [ઇન-સ્ટેટ] / $15,360 (₹14.59 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$96,130 (₹91.32 લાખ)6બર્નાર્ડ એમ. બારૂક કોલેજ$7,464 (₹7.09 લાખ) [ઇન-સ્ટેટ] / $15,414 (₹14.64 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,13,835 (₹1.08 કરોડ)7સ્ટેનફોર્ડ યુનિવર્સિટી$65,910 (₹62.61 લાખ)$1,26,916 (₹1.20 કરોડ)8જ્હોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસ$7,470 (₹7.09 લાખ) [ઇન-સ્ટેટ] / $15,420 (₹14.64 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$96,701 (₹91.86 લાખ)9સિટી કોલેજ$7,340 (₹6.97 લાખ) [ઇન-સ્ટેટ] / $15,290 (₹14.52 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,05,796 (₹1.00 કરોડ)10કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી$65,898 (₹62.60 લાખ)$1,17,278 (₹1.11 કરોડ)11રાઇસ યુનિવર્સિટી$64,144 (₹60.93 લાખ)$1,09,721 (₹1.04 કરોડ)12મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)$62,396 (₹59.27 લાખ)$1,31,182 (₹1.24 કરોડ)13હાર્વર્ડ યુનિવર્સિટી$61,676 (₹58.59 લાખ)$1,19,708 (₹1.13 કરોડ)14ફ્લોરિડા યુનિવર્સિટી$6,381 (₹6.06 લાખ) [ઇન-સ્ટેટ] / $28,659 (₹27.22 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,06,402 (₹1.01 કરોડ)15કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી-ડોમિંગ્વેઝ હિલ્સ$7,449 (₹7.07 લાખ) [ઇન-સ્ટેટ] / $20,049 (₹19.04 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$94,317 (₹89.60 લાખ)16શિકાગો યુનિવર્સિટી$70,662 (₹67.12 લાખ)$1,07,812 (₹1.02 કરોડ)17વિલિયમ્સ કોલેજ$68,560 (₹65.13 લાખ)$1,11,600 (₹1.06 કરોડ)18કોલંબિયા યુનિવર્સિટી$71,845 (₹68.25 લાખ)$1,17,010 (₹1.11 કરોડ)19કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી-સ્ટેનિસ્લાઉસ$8,246 (₹7.83 લાખ) [ઇન-સ્ટેટ] / $20,846 (₹19.80 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,01,548 (₹96.47 લાખ)20કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી-લોસ એન્જલસ$7,160 (₹6.80 લાખ) [ઇન-સ્ટેટ] / $17,760 (₹16.87 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$93,973 (₹89.27 લાખ)21વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી$67,498 (₹64.12 લાખ)$1,15,467 (₹1.09 કરોડ)22કોલેજ ઓફ સ્ટેટન આઇલેન્ડ$7,490 (₹7.11 લાખ) [ઇન-સ્ટેટ] / $15,440 (₹14.66 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$98,624 (₹93.69 લાખ)23બ્રિઘમ યંગ યુનિવર્સિટી$6,688 (₹6.35 લાખ)$1,14,493 (₹1.08 કરોડ)24કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી-બેકર્સફિલ્ડ$8,090 (₹7.68 લાખ) [ઇન-સ્ટેટ] / $20,690 (₹19.65 લાખ) [આઉટ-ઓફ-સ્ટેટ]$1,01,611 (₹96.53 લાખ)25જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી$65,230 (₹61.96 લાખ)$1,11,678 (₹1.06 કરોડ)

યાદી શેના આધારે બની છે? ફોર્બ્સે બે મુખ્ય પરિબળો ધ્યાનમાં લીધા છે. પહેલું, અભ્યાસનો વાસ્તવિક ખર્ચ — એટલે કે શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય મળ્યા પછી વિદ્યાર્થીને ખિસ્સામાંથી કેટલું આપવું પડે છે. બીજું, દેવાનો બોજ — વિદ્યાર્થીઓ પાસે રહેલી સરકારી લોનની રકમ અને કેટલા ટકા વિદ્યાર્થીઓએ લોન લીધી છે.

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં 22થી 27 વર્ષના નવા સ્નાતકો માટે નોકરીની તકો અને પગારને લઈને ચર્ચા ચાલી રહી છે.

નોંધ: આંકડા ફોર્બ્સના 2027ના રેન્કિંગ મુજબ છે. કોષ્ટકમાંની ટ્યુશન ફી એક વર્ષની છે અને પગાર ડિગ્રી લીધાના 10 વર્ષ બાદનો સરેરાશ છે. રૂપિયામાંની રકમ એક અંદાજિત વિનિમય દર પર ગણવામાં આવી છે, જે બદલાઈ શકે છે.