આ દિવસોમાં ઘરની બહાર નીકળતાં જ ચારેતરફ ધુમ્મસ છવાયેલું જોવા મળે છે. ખાસ કરીને દિલ્હી-NCR વિસ્તાર દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંનો એક છે. આ સમયે બહાર નીકળવાથી શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમાં ફેફસાં સંબંધિત તકલીફોનો પણ સમાવેશ થાય છે. હવામાં રહેલા PM 2.5 અને અન્ય હાનિકારક કણો સીધા ફેફસાંમાં પહોંચીને શ્વાસ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. તેથી માસ્ક પહેરવા ઉપરાંત સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાચી ડાયેટ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે ફેફસાંને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.
હળદર
હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજા ઘટાડવાના) અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે. આ શરીરની સોજને ઓછી કરવામાં અને પ્રદૂષણથી થતા નુકસાનથી રક્ષણ આપવામાં મદદ કરે છે. તેથી રોજ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
વિટામિન-C યુક્ત ફળો
સંતરા, મોસંબી, જામફળ, કીવી અને આમળા વિટામિન-Cના સારા સ્રોત છે. આ ફળો ફેફસાંને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. ડાયટીશિયનના મતે નિયમિતપણે વિટામિન-C યુક્ત ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શ્વાસ સંબંધિત ચેપનું જોખમ ઘટે છે.
આદુ
વધતા પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધુ હોય છે. આદુનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરી શકાય છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ફેફસાંમાં થતો સોજો ઓછો કરે છે અને ગળામાં દુખાવો તથા ખરાશમાં પણ રાહત આપે છે.
લીલા શાકભાજી
દૂષિત હવાથી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. માર્કેટમાં મળતા પાલક, મેથી અને સરસવના શાકમાં ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો હોય છે. આ શરીરને ડિટોક્સ કરીને ફેફસાંને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. જો નિયમિતપણે આ શાકભાજી ડાયેટમાં સામેલ કરવામાં આવે તો ઘણો લાભ મળી શકે છે.
અખરોટ અને બદામ
ફેફસાંમાં થતો સોજો ઓછો કરવો હોય અથવા નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી હોય તો અખરોટ અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ફાયદાકારક થઈ શકે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે ફેફસાં સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
અસ્વીકરણ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાગૃતિ માટે છે. કોઈપણ આહાર ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.