સત્ય. સાહસ. સંકલ્પ.

Flydubai હુમલો: કેપ્ટન સ્મિત મચ્છરે PM મોદીને કહ્યું – સંકટમાં હનુમાનજીનું સ્મરણ શક્તિ બન્યું

Flydubai હુમલો: કેપ્ટન સ્મિત મચ્છરે PM મોદીને કહ્યું – સંકટમાં હનુમાનજીનું સ્મરણ શક્તિ બન્યું

દુબઈની ફ્લાઇટમાં કોકપીટમાં થયેલા હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા પાયલટ સ્મિત મચ્છરે જણાવ્યું છે કે તે સમયે હનુમાનજીનું સ્મરણ તેમના માટે આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસનો આધાર બન્યું હતું. હુમલાખોર કો-પાયલટ કુહાડીથી હુમલો કરી રહ્યો હતો અને વિમાનમાં મોટી દુર્ઘટનાનો ખતરો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે હનુમાનજીને યાદ કર્યા હતા.

સ્મિત મચ્છર સારવાર હેઠળ હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ સંવાદમાં સ્મિતની આધ્યાત્મિક આસ્થા અને હનુમાનજી પ્રત્યેની ભક્તિનો ઉલ્લેખ થયો હતો. ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા સ્મિત પ્રખર હનુમાનભક્ત પણ છે.

પ્રધાનમંત્રી મોદીએ સ્મિતની માતા ગીતાબેનનો ઉલ્લેખ કરતાં તેમના ઉછેરમાં ભગવદ્ ગીતાના મૂલ્યોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. સંકટની ઘડીમાં ભક્તિ, આત્મવિશ્વાસ અને હિંમત કેવી રીતે સ્મિતના મનોબળનો આધાર બની, તેની ઝલક આ સંવાદમાં જોવા મળી હતી.