સત્ય. સાહસ. સંકલ્પ.

તહેવારોમાં મીઠાઈમાં ભેળસેળ: અખાદ્ય રંગોથી કિડની અને લિવરને ગંભીર નુકસાનનું જોખમ

તહેવારોમાં મીઠાઈમાં ભેળસેળ: અખાદ્ય રંગોથી કિડની અને લિવરને ગંભીર નુકસાનનું જોખમ

તહેવારોની મોસમમાં બજારમાં રંગબેરંગી મીઠાઈઓ જોઈને મોંમાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે. જો કે, આ આકર્ષક રંગો જ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. કેટલાક લેભાગુ તત્ત્વો ફૂડ-ગ્રેડ કલર્સના બદલે અખાદ્ય અને હાનિકારક રંગોનો ઉપયોગ મીઠાઈઓમાં કરે છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ઘણીવાર કપડાં રંગવા માટે વપરાતી ટેક્સટાઇલ ડાઈ (કાપડનો રંગ) પણ મીઠાઈઓમાં ભેળવી દેવાય છે.

આ અખાદ્ય રંગોનું સેવન શરીર માટે અત્યંત જોખમી છે. તે કિડની અને લિવર સહિતના મહત્વપૂર્ણ અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, મીઠાઈ ખરીદતી વખતે તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલા રંગોની શુદ્ધતા ચકાસવી અનિવાર્ય છે.

સામાન્ય વ્યક્તિ પણ ઘરે એસિડના થોડા ટીપાં નાખીને રંગની ભેળસેળ ચકાસી શકે છે. જો રંગ બદલાય તો તે ભેળસેળવાળી છે, તેમ સમજવું. તહેવારોના દિવસોમાં ભેળસેળનું પ્રમાણ વધતું હોવાથી ગ્રાહકોએ સાવચેતી રાખવી અને પોતાના તેમજ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ છે.