સત્ય. સાહસ. સંકલ્પ.

ફેટી લિવર નિયંત્રણમાં રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 ખાદ્ય પદાર્થો

ફેટી લિવર નિયંત્રણમાં રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 ખાદ્ય પદાર્થો

ફેટી લિવરની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. આ સ્થિતિમાં લિવરમાં ચરબીનો સંચય થાય છે, જે આગળ જઈને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. આથી, જેમને ફેટી લિવરની ફરિયાદ છે તેમણે તેમના આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. થોડી પણ બેદરકારી સમસ્યાને વધારી શકે છે. તો ચાલો જાણીએ, ફેટી લિવરને નિયંત્રિત કરવા માટે કયા 5 ખાદ્ય પદાર્થો ડાયટમાં સામેલ કરવા જોઈએ.

લીલા શાકભાજી : પાલક, મેથી અને બ્રોકલી જેવા લીલા શાકભાજી ડાયટમાં સામેલ કરી શકાય છે. તેમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. સંતુલિત આહારમાં વધુ શાકભાજી લેવાથી વજન અને મેટાબોલિક હેલ્થ સુધારવામાં મદદ મળી શકે છે.

બ્લેક કોફી : નાસ્તા પછી એક કપ ખાંડ વગરની બ્લેક કોફી પીવાથી ફાયદો થઈ શકે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ લીવરની બળતરા અને ચરબીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

મેથીના દાણા : સવારે ખાલી પેટે એક ચમચી પલાળેલા મેથીના દાણા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. મેથીમાં રહેલા એન્ટીઓકિસડન્ટ અને દ્રાવ્ય ફાઇબર લીવરની ચરબીને નિયંત્રિત કરવામાં અને ચયાપચય (મેટાબોલિઝમ)ને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

શેકેલા તલ : એક ચમચી શેકેલા તલનું સેવન પણ ફેટી લિવરમાં ફાયદાકારક માનવામાં આવે છે. તલના બીજમાં રહેલા એન્ટીઓકિસડન્ટ લીવરમાં ચરબીનો સંચય ઘટાડવામાં અને બળતરાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તમે તેને સવારના નાસ્તામાં પણ લઈ શકો છો.

મીઠો લીમડો (કરી પત્તા) : લીવરના દર્દીઓએ પોતાના ડાયટમાં મીઠો લીમડો ચોક્કસપણે સામેલ કરવો જોઈએ. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ, વિટામિન અને બળતરા વિરોધી ગુણધર્મો લીવરની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

નોંધ : અહીં આપેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈ પણ ખાદ્ય પદાર્થ માત્ર આહારથી ફેટી લિવરને નિયંત્રિત કરી શકાય નહીં. વજન નિયંત્રણ, નિયમિત કસરત, સંતુલિત આહાર અને જરૂર પડ્યે ડૉક્ટરની સલાહ લેવી વધુ મહત્ત્વપૂર્ણ છે.