નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થઈ છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ભારતે ફરી એકવાર કહ્યું કે તે શાંતિ અને વાતચીતને સમર્થન આપે છે. યુદ્ધનો ઉકેલ વાતચીતથી જ આવવો જોઈએ.
આ બેઠક બાદ યુરોપિયન યુનિયન અને કેનેડાએ યુક્રેનને મોટી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. યુરોપિયન યુનિયને 6.1 બિલિયન યુરો, એટલે કે આશરે રૂ. 67,575 કરોડની સહાય જાહેર કરી છે. આ રકમ યુક્રેન પોતાની હવાઈ સંરક્ષણ ક્ષમતા વધારવા માટે વાપરશે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું કે આ સહાયથી યુક્રેન ડ્રોન, મિસાઇલ અને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ જેવા સંરક્ષણ સાધનો ખરીદી શકશે. યુરોપનું માનવું છે કે રશિયાના હુમલાઓ સામે યુક્રેનની સુરક્ષા મજબૂત કરવી જરૂરી છે.
યુરોપ પહેલાં કેનેડાએ પણ યુક્રેનને રૂ. 2,420 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે આ સહાય યુક્રેનની હવાઈ સુરક્ષા અને સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા માટે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષમાં બંને પક્ષોને ભારે જાનહાનિ અને નુકસાન થયું છે.