ભારતના એસ્સાર ગ્રુપે અમેરિકામાં આશરે 15 અબજ ડોલરના રોકાણથી વિશાળ સ્ટીલ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ રોકાણ અમેરિકન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટો વેગ આપશે.
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે આશરે 75 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. ટ્રમ્પે આ પ્રોજેક્ટને અમેરિકાના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને મોટા પ્રોજેક્ટ્સમાંનો એક ગણાવ્યો.