સત્ય. સાહસ. સંકલ્પ.

ESIC કાર્ડ સાથે આધાર લિંક કરવું હવે ફરજિયાત, નિયમ ન પાળો તો લાભ અટકી શકે છે

ESIC કાર્ડ સાથે આધાર લિંક કરવું હવે ફરજિયાત, નિયમ ન પાળો તો લાભ અટકી શકે છે

નોકરિયાતો અને તેમના પરિવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ESIC (એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) ના તમામ લાભાર્થીઓને તેમના આધાર કાર્ડને 'ESIC પહેચાન કાર્ડ' (ઓળખ કાર્ડ) સાથે લિંક કરવાનો આદેશ આપ્યો છે. આ નિયમ ન પાળવામાં આવે તો પેન્શન, સારવાર, મેટરનિટી અને અન્ય રોકડ લાભો અટકી શકે છે.

ESIC હેઠળ કર્મચારીઓ અને તેમના પરિવારોને ઘણી સામાજિક સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ મળે છે. આધાર લિંકિંગનો મુખ્ય હેતુ લાભાર્થીની ઓળખ પ્રમાણિત કરવાનો છે, જેથી સાચા લાભાર્થીને સુવિધાઓ સરળતાથી મળી શકે.

ઘરે બેઠા લિંકિંગ પ્રક્રિયા કેવી રીતે કરવી? સૌપ્રથમ ESIC ની સત્તાવાર વેબસાઇટ portal.esic.gov.in પર જાઓ. ત્યાં તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો. લોગિન કર્યા બાદ 'Aadhaar Seeding for IP' વિકલ્પ પર ક્લિક કરો. યાદીમાંથી તમારું નામ શોધીને 'Click Here to Seed Aadhaar' પર ક્લિક કરો. હવે આધાર નંબર નાખો. તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. OTP નાખતાની સાથે વિનંતી સબમિટ થઈ જશે અને તમને એક રેફરન્સ નંબર મળશે, જે સાચવી રાખવો જરૂરી છે.

આ પ્રક્રિયામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા આધાર સાથે નોંધાયેલો મોબાઈલ નંબર ચાલુ (એક્ટિવ) હોવો જોઈએ, કારણ કે OTP તે જ નંબર પર આવે છે. જો નંબર બંધ હશે કે ઉપલબ્ધ નહીં હોય, તો લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે નહીં. તેથી લાભાર્થીઓએ શક્ય તેટલી વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.