કઝાકિસ્તાનની 26 વર્ષીય ટેનિસ ખેલાડી એલેના રાયબાકીનાએ યુએસ ઓપન 2026માં શાનદાર પ્રદર્શન બાદ વિશ્વ નંબર 1 મહિલા ટેનિસ ખેલાડીનો ખિતાબ જીત્યો છે. આ સાથે તે કઝાકિસ્તાનની પ્રથમ નંબર 1 ખેલાડી બની છે.
રાયબાકીનાએ 2022માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. 2025માં તેણે WTA ફાઇનલ્સ ટુર્નામેન્ટ જીતી, અને 2026માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને પોતાની કારકિર્દીમાં બીજી મોટી સફળતા ઉમેરી. તેની આક્રમક રમત અને ઉત્તમ ફિટનેસના કારણે તે ઘણા પ્રખ્યાત ખેલાડીઓને હરાવી ચુકી છે.
17 જૂન, 1999ના રોજ મોસ્કોમાં જન્મેલી રાયબાકીનાએ શરૂઆતમાં રશિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2018માં તેણે કઝાકિસ્તાન ટેનિસ ફેડરેશન તરફથી તાલીમ અને સમર્થન મળ્યા બાદ કઝાકિસ્તાની નાગરિકતા સ્વીકારી અને ત્યારથી કઝાકિસ્તાન માટે રમે છે.
સોશિયલ મીડિયા પર તેની સુંદરતા અને શાંત સ્વભાવની પણ ચર્ચા થઈ રહી છે. ચાહકો તેને પ્રેમથી 'કઝાકિસ્તાનની રાણી' કહે છે અને તેની તુલના ભૂતપૂર્વ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા સાથે કરે છે. લગભગ 6 ફૂટ ઉંચી રાયબાકીનાનું હસતું વ્યક્તિત્વ અને સરળ બોડી લેંગ્વેજ ચાહકોને આકર્ષે છે.