સત્ય. સાહસ. સંકલ્પ.

ઇજિપ્તમાં નવજાત શિશુની રાજા જેવી સ્ટાઈલ: એક પગ પર બીજો પગ ચડાવીને સૂતો વીડિયો વાયરલ

ઇજિપ્તમાં નવજાત શિશુની રાજા જેવી સ્ટાઈલ: એક પગ પર બીજો પગ ચડાવીને સૂતો વીડિયો વાયરલ

ઇજિપ્તમાં એક નવજાત શિશુનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. જન્મના થોડા જ કલાકોમાં બાળક એક પગ પર બીજો પગ ચડાવીને શાંતિથી સૂતું હોય તેવું દેખાય છે. તેની આ અદા નેટિઝન્સને ખૂબ ગમી રહી છે.

સામાન્ય રીતે નવજાત બાળકો જન્મ પછી નવા વાતાવરણમાં ઢળતા હોય કે રડતા હોય છે. પરંતુ આ બાળક ખૂબ જ આરામદાયક સ્થિતિમાં સૂતેલું જોવા મળે છે. તેના ચહેરા પર શાંતિ છે અને તેની સ્ટાઈલ રાજા જેવી લાગે છે.

આ વીડિયો કૈરોના બાળરોગ નિષ્ણાત ડૉ. ઇસ્લામ એલ્દેહે તેમના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો. તે ડિલિવરી પછીની સામાન્ય તબીબી પ્રક્રિયા દરમિયાનનો હોવાનું જણાવાય છે. વીડિયોમાં ડૉક્ટર બાળકના ચહેરાને પ્રેમથી સ્પર્શે છે અને તેને ઉઠાડવાનો પ્રયાસ કરે છે, પણ બાળક ઊંઘમાં જ રહે છે. ડૉક્ટરે કેપ્શનમાં લખ્યું છે – ‘રાજાની જેમ સૂતેલું બાળક.’

વીડિયો વાયરલ થતાં ઘણા યુઝર્સે મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, “આ બાળકની જિંદગી જન્મતાં જ રોયલ લાગે છે.” બીજા એકે મજાકમાં લખ્યું, “શું તમને દેખાતું નથી કે હું આરામ કરી રહ્યો છું? મને એકલો છોડી દો.” કેટલાકે બાળકને ‘ભાવિ અબજોપતિ’ પણ કહ્યો છે. આ નાનકડા બાળકની સ્ટાઈલ હાલ લોકોના દિલ જીતી રહી છે.