સત્ય. સાહસ. સંકલ્પ.

દ્વારકાધીશ મંદિરે ભાઈબીજ પર ભક્તોનું ઘોડાપૂર, હજારો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

દ્વારકાધીશ મંદિરે ભાઈબીજ પર ભક્તોનું ઘોડાપૂર, હજારો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવા વર્ષ અને ભાઈબીજ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી વેકેશનને કારણે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ 'જય દ્વારકાધીશ' અને 'જય કાળિયા ઠાકર'ના નાદ સાથે દર્શન માટે આવી રહ્યા છે. મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ છે અને ભીડ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી.

મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર ભાઈબીજના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોના આગમનની ધારણા છે. દિવાળી વેકેશન ચાલુ હોવાથી દ્વારકામાં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડે તો પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરીને જ રહે છે.

ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને પૂરતી વ્યવસ્થા કરી છે. વૃદ્ધો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ભીડનું સૂચારુ રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને દરેક ભક્ત સુખરૂપ દર્શન કરી શકે.