સત્ય. સાહસ. સંકલ્પ.

દ્વારકાના ભીંડા ગામમાં ભાજપ ધારાસભ્યને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજળી-ઘાસચારાના મુદ્દે સવાલો

દ્વારકાના ભીંડા ગામમાં ભાજપ ધારાસભ્યને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજળી-ઘાસચારાના મુદ્દે સવાલો

દ્વારકા તાલુકાના ભીંડા ગામમાં ભાજપના પ્રચાર દરમિયાન ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાડથર બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય મુળુભાઈ બેરાનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

ખેડૂતોએ અનિયમિત વીજળી પુરવઠાનો મુદ્દો ઉઠાવીને ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વીજળી, ઘાસચારો અને પીવાના પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ અંગે પણ ખેડૂતોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. પ્રચાર દરમિયાન ખેડૂતો આક્રમક અંદાજમાં પોતાની સમસ્યાઓ અને બળાપો રજૂ કરતા જોવા મળ્યા હતા.

ખેડૂતોનું કહેવું હતું કે તેઓ લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેનો યોગ્ય ઉકેલ મળ્યો નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે.