સત્ય. સાહસ. સંકલ્પ.

દ્વારકામાં કારમાં બાઈક ઘૂસતાં 3 યુવકો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

દ્વારકામાં કારમાં બાઈક ઘૂસતાં 3 યુવકો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

જન્માષ્ટમી પર્વે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ યુવકોને ઓખા-મઢી ટોલનાકા પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. ટોલનાકાથી લગભગ 500 મીટર દૂર એક કાર કોઈ કારણોસર બંધ હાલતમાં ઊભી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી બાઈક તેની પાછળ ધડાકાભેર અથડાઈ અને કારમાં ઘૂસી ગઈ હતી.

આ ટક્કરમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ઓખા-મઢી ટોલનાકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્વરિત એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

હાલમાં બે યુવકોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, જેમાં બાઈકની ઝડપ અને દૃશ્યતા સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.