સત્ય. સાહસ. સંકલ્પ.

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર AAPના વીરૂ કંડોરીયાનો 3,651 મતે વિજય

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર AAPના વીરૂ કંડોરીયાનો 3,651 મતે વિજય

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર વીરૂ કંડોરીયાએ 3,651 મતની સરસાઈથી જીત મેળવી છે. જામખંભાળિયાની સેવા સદન કચેરી ખાતે યોજાયેલી મતગણતરીના સાતેય રાઉન્ડ પૂરા થયા બાદ આ પરિણામ જાહેર થયું હતું.

આ પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપ તરફથી માલતીબેન કંડોરીયા અને કોંગ્રેસ તરફથી પાલા પિંડારીયાએ ચૂંટણી લડી હતી. ત્રણેય પક્ષોના ઉમેદવારો વચ્ચેની આ ચૂંટણીમાં અંતે AAPના ઉમેદવારે બાજી મારી હતી.

આ પરિણામ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની રચના બાદની પ્રથમ પેટાચૂંટણીમાં AAPની સફળતા દર્શાવે છે. સ્થાનિક સ્તરે આ જીતને પક્ષ માટે મહત્વની ગણવામાં આવી રહી છે.