સત્ય. સાહસ. સંકલ્પ.

દશેરા પર ગુજરાત મઘમઘ્યું: સુરત-રાજકોટમાં ફાફડા-જલેબી માટે લાંબી કતારો

દશેરા પર ગુજરાત મઘમઘ્યું: સુરત-રાજકોટમાં ફાફડા-જલેબી માટે લાંબી કતારો

વિજયાદશમીના પાવન પર્વ પર આજે ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ફરસાણની દુકાનો બહાર વહેલી સવારથી જ ભીડ જામી હતી.

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ગુજરાતમાં વર્ષોથી ચાલી આવે છે. સુરતમાં સ્થાનિક ફરસાણની દુકાનો બહાર કારીગરો ગરમાગરમ ફાફડા વણીને તળતા જોવા મળ્યા હતા. કડાઈમાંથી નીકળતી ફાફડાની સોડમ અને કેસરી જલેબીની મીઠી સુગંધથી આખું વાતાવરણ મઘમઘી ઉઠ્યું હતું.

વહેલી સવારથી લોકો કલાકો સુધી કતારમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોતા હતા. અડધાથી એક કલાક સુધી લાઇનમાં ઊભા રહીને લોકોએ ગરમાગરમ ફાફડા-જલેબી સાથે આ મહાપર્વની ઉજવણી કરી હતી. રાજકોટમાં પણ ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી.