સત્ય. સાહસ. સંકલ્પ.

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટે ઇમરજન્સી કોડ આપ્યો, સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરાઈ

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટે ઇમરજન્સી કોડ આપ્યો, સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરાઈ

દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી એક ફ્લાઇટે શુક્રવારે ઉડાન દરમિયાન અચાનક ઇમરજન્સીનો સંકેત આપ્યો હતો. જે બાદ વિમાને તેનો માર્ગ બદલી નાખ્યો અને હવે તે સાઉદી અરેબિયામાં ઉતરવાનું છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલ'ના જણાવ્યા અનુસાર, વિમાન હાલ સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ નજીક પહોંચી ગયું છે અને થોડી જ મિનિટોમાં ત્યાં ઉતરવાની ધારણા છે.

ઇઝરાયલી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઉતર્યા બાદ જ અધિકારીઓને ખબર પડી શકશે કે તેની અંદર ખરેખર શું થયું હતું. હાલ સુધી વિમાનમાં સર્જાયેલી સમસ્યાનું કારણ સામે આવ્યું નથી.

ફ્લાઇટે ટ્રાન્સપોન્ડર પર 7700 કોડનો ઉપયોગ કર્યો હતો. આ કોડનો અર્થ થાય છે કે વિમાનમાં કોઈ પ્રકારની ઇમરજન્સી છે. કેટલીક ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સ પર થોડા સમય માટે 7500 કોડ પણ દેખાયો હતો. આ કોડનો સામાન્ય રીતે વિમાન હાઇજેક થવા પર ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની હજુ પુષ્ટિ થઈ નથી.

આ અંગેની વધુ માહિતી હજુ આવી રહી છે.