સત્ય. સાહસ. સંકલ્પ.

કુરિયર દ્વારા ₹475 કરોડના સોનાની દાણચોરી પકડાઈ, DRIએ 6.61 કિલો ગોલ્ડ જપ્ત કર્યું, 11ની ધરપકડ

કુરિયર દ્વારા ₹475 કરોડના સોનાની દાણચોરી પકડાઈ, DRIએ 6.61 કિલો ગોલ્ડ જપ્ત કર્યું, 11ની ધરપકડ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દેશવ્યાપી સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટ સામે કાર્યવાહી કરીને નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. DRIની ટીમોએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટીમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ₹10.36 કરોડથી વધુ કિંમતનું 6.61 કિલો વિદેશી સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કુરિયરની પેકેજમાં સોનું છુપાવીને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા. મોકલનાર અને મેળવનાર વચ્ચે કોઈ માન્ય વ્યવહાર નહોતો. કાગળ પર ઊભી કરેલી બોગસ પેઢીઓ અને વ્યક્તિઓના નામે આ કુરિયર રેકેટ ચલાવવામાં આવતું હતું.

DRIએ જણાવ્યું કે આ ગેંગે છેલ્લા 9 મહિનામાં આશરે ₹475 કરોડની કિંમતનું 318 કિલો સોનું દેશભરમાં ટ્રાન્સપોર્ટ કર્યું હતું. આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. DRI હાલ આ દાણચોરીના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.