સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર યમરાજને દીપદાન: અકાળ મૃત્યુ અને કષ્ટોથી મુક્તિ માટેની સાચી રીત

દિવાળી પર યમરાજને દીપદાન: અકાળ મૃત્યુ અને કષ્ટોથી મુક્તિ માટેની સાચી રીત

દિવાળી પર્વ પર અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ અને પરિવારના રક્ષણ માટે દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં દીપદાનનું અનોખું સ્થાન છે. દિવાળી દરમિયાન યમરાજની ઉપાસનાનું પણ વિધાન છે.

જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, ઘરના મુખ્ય દ્વાર બહાર માટીના કોડિયામાં તેલ અને ચાર આડી વાટ મૂકી, દક્ષિણ દિશા તરફ મુખ રાખી દીવો પ્રગટાવવો. ચારેય વાટ એકસાથે પ્રગટાવીને ક્રમશઃ ચાર દિશામાં (દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર) દીવાનો પ્રકાશ રહે તે રીતે ગોઠવવો.

ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી એમ સળંગ ત્રણ રાત્રી આ દીપદાન કરવાનો વિશેષ મહિમા છે. જો ઘરની કોઈ એક વ્યક્તિ દ્વારા આ દીપદાન કરવામાં આવે, તો ઘરના તમામ સભ્યોને યમરાજના આશીર્વાદ મળે છે.

દીવો પ્રગટાવીને યમરાજને પ્રાર્થના કરવાથી કુદરતી આફતો, અકસ્માત, શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.