સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર લક્ષ્મી પૂજા: 9 મુહૂર્તમાંથી પસંદ કરો, 10 મિનિટમાં સંપૂર્ણ વિધિ

દિવાળી પર લક્ષ્મી પૂજા: 9 મુહૂર્તમાંથી પસંદ કરો, 10 મિનિટમાં સંપૂર્ણ વિધિ

આવતીકાલે, રવિવારે 8 નવેમ્બરે દિવાળી છે. દિવાળી પર લક્ષ્મી પૂજા માટે આ દિવસે કુલ નવ મુહૂર્ત રહેશે. આ મુહૂર્તમાંથી તમે તમારા ઘર માટે કે વ્યવસાય અનુસાર દુકાન-ઓફિસ માટે અનુકૂળ સમય પસંદ કરીને પૂજા કરી શકો છો.

લક્ષ્મી પૂજાની વિધિ એટલી લાંબી નથી. યોગ્ય રીતે સામગ્રી ગોઠવી લીધી હોય તો 10 મિનિટમાં લક્ષ્મી-ગણેશનું સંપૂર્ણ પૂજન થઈ શકે છે. વિધિ આ પ્રમાણે છે:

સૌથી પહેલા ભગવાન ગણેશ અને લક્ષ્મીજીનું આવાહન કરવું. ત્યારબાદ સ્નાન કરાવવું. પછી પંચામૃતથી સ્નાન, ગંધ અને અત્તરથી સ્નાન કરાવવું. આ પછી અભિષેક અને પંચોપચાર પૂજન કરવું. તે પછી અષ્ટલક્ષ્મી પૂજન કરીને નૈવેધ્ય ધરાવવું. અંતમાં આરતી કરવી.

પૂજા શરૂ કરતાં પહેલાં જરૂરી સામગ્રી એકઠી કરી લેવી જોઈએ, જેથી વચ્ચે પૂજા અટકે નહીં. પૂજાના મુહૂર્ત, સામગ્રીની યાદી અને લક્ષ્મીજીની આરતી — આ બધું અગાઉથી જોઈ લેવું સારું રહેશે.