દિવાળી અને છઠ પૂજા નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા ઔદ્યોગિક રાજ્યોથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તત્કાલ કાઉન્ટર પર કલાકો લાઈનમાં ઊભા રહેવા છતાં અનેક લોકોને કન્ફર્મ ટિકિટ મળતી નથી. આ ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશભરના વિવિધ રૂટ્સ પર વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.
પહેલેથી જ સેંકડો પૂજા સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. મુસાફરો પ્રવાસ શરૂ કરતા પહેલા ટ્રેનોની તાજી માહિતી માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 અથવા NTES એપનો ઉપયોગ કરી શકે છે.
અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે 4 ફેરા
પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બિહારના ઝંઝારપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09437/09438 કુલ 4 ફેરા દોડશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) રહેશે, જેથી કન્ફર્મ ટિકિટ વિના મુસાફરી કરવા મજબૂર હજારો પ્રવાસીઓને સીધો લાભ મળશે.
સંચાલનની વિગત:
અમદાવાદથી ઝંઝારપુર (09437): 6 અને 13 નવેમ્બરે (શુક્રવારે) રાત્રે 23:55 વાગ્યે અમદાવાદથી રવાના થશે અને રવિવારે બપોરે 15:00 વાગ્યે ઝંઝારપુર પહોંચશે.
ઝંઝારપુરથી અમદાવાદ (09438): 8 અને 15 નવેમ્બરે (રવિવારે) સાંજે 17:00 વાગ્યે ઝંઝારપુરથી ઉપડશે અને મંગળવારે સવારે 09:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
સ્ટોપેજ: બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સિહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર ઊભી રહેશે.
પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી રૂટ
ટ્રેન નંબર 03439 માલદા ટાઉનથી 10 નવેમ્બર 2026ના રોજ એક ફેરા માટે ચાલશે. ટ્રેન નંબર 03440 શકૂરબસ્તીથી 11 નવેમ્બર 2026ના રોજ એક ફેરા માટે ચલાવવામાં આવશે.
કોચ સંરચના: આ ટ્રેનમાં 06 એસી થર્ડ ટાયર, 08 સ્લીપર, 06 જનરલ અને 02 એસએલઆર મળીને કુલ 22 કોચ હશે.
ટ્રેન નંબર 03439નો સમય અને સ્ટોપેજ: માલદા ટાઉનથી પ્રસ્થાન 10:00 વાગ્યે, ન્યૂ ફરક્કા 10:32-10:34, બરહરવા જંક્શન 11:05-11:07, સાહિબગંજ જંક્શન 12:50-12:55, કહલગાંવ 13:40-13:42, ભાગલપુર 14:45-14:55, સુલતાનગંજ 15:30-15:32, જમાલપુર જંક્શન 16:05-16:10, અભયપુર 16:30-16:32, કિઉલ જંક્શન 17:35-17:40, મોકામા 18:08-18:10, બખ્તિયારપુર જંક્શન 19:20-19:22, રાજેન્દ્ર નગર ટર્મિનલ 20:00-20:02, પટના જંક્શન 20:10-20:20, દાનાપુર 20:35-20:37, આરા 21:05-21:07, બક્સર 21:48-21:50, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન 23:45-23:55, સુબેદારગંજ 03:10-03:15, ગોવિંદપુરી 06:20-06:25, ટૂંડલા 09:32-09:34, દિલ્હી જંક્શન 16:15-16:25 અને શકૂરબસ્તી 17:00 વાગ્યે પહોંચશે.
ટ્રેન નંબર 03440 શકૂરબસ્તીથી ઉપડીને તે જ સ્ટેશનો પર ઊભી રહીને માલદા ટાઉન તરફ પરત ફરશે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉપડતી ટ્રેનનો સમય અને સ્ટોપેજ અંગે પ્રવાસ પહેલા અધિકૃત સ્રોતમાંથી ખાતરી કરી લે.