સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પછીના 5 શુભ સંકેત: શું લક્ષ્મીની કૃપા દર્શાવે છે?

દિવાળી પછીના 5 શુભ સંકેત: શું લક્ષ્મીની કૃપા દર્શાવે છે?

દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા લક્ષ્મી સ્વચ્છ અને પવિત્ર ઘરમાં વાસ કરે છે. દિવાળી પછી પણ ઘરમાં કેટલીક ખાસ ઘટનાઓ જોવા મળે છે, જેને ધાર્મિક દૃષ્ટિએ શુભ ગણવામાં આવે છે. આવો જાણીએ એવા પાંચ સંકેતો વિશે, જે ઘરમાં ખુશહાલી અને સારા સમયની શરૂઆતનું સૂચન કરે છે.

1. ઘરમાં ચકલી કે પક્ષીઓનું આવવું: ઘરની બાલ્કની કે આંગણામાં પક્ષીઓનું આવવું શુભ માનવામાં આવે છે. જો દિવાળી પછી ચકલી કે અન્ય નાના પક્ષીઓ નિયમિત આવવા લાગે, તો તે સુખદ વાતાવરણ અને ખુશહાલીનો સંકેત મનાય છે.

2. તુલસીનું લીલુંછમ રહેવું: હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લીલોછમ રહે અને નવા પાન ફૂટે તે શુભ ગણાય છે. માન્યતા છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તેની નિયમિત સંભાળ અને પૂજા ફળદાયી માનવામાં આવે છે.

3. અચાનક સુગંધનો અહેસાસ: ઘરમાં કોઈ અત્તર કે ધૂપબત્તી વગર અચાનક સુગંધ આવે તો તેને શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ તે દૈવી વાતાવરણ અને સકારાત્મક ઊર્જાનો સંકેત હોઈ શકે છે.

4. ઘરના આંગણે ગાયનું આવવું: હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે અને તેમાં સર્વ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. દિવાળી પછી જો ગાય ઘરના દ્વારે આવે તો તેને બરકત, શાંતિ અને સુખ-સમૃદ્ધિના આગમનનું પ્રતીક માનવામાં આવે છે.

5. અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગવા: લાંબા સમયથી અટવાયેલા કામો અચાનક પતવા લાગે, આર્થિક ખેંચ ઓછી થાય અને પરિવારમાં સુમેળ રહે તો તેને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ માતા લક્ષ્મીની કૃપાના સંકેત છે.

નોંધ: આ લેખ ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.