ગુજરાતી પંચાંગ મુજબ 8 નવેમ્બર 2026, રવિવારના રોજ આસો વદ અમાસ (દિવાળી) છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે. રાહુકાળ સાંજે 4:31 થી 5:54 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે તમે તમારી રાશિ પ્રમાણે જાણી લો.
મેષ: સ્વપ્ન અને લક્ષ્ય પ્રાપ્તિ માટે સારો સમય છે. પૂરી મહેનત કરો. ભાવનાત્મક રીતે સશક્તિ અનુભવશો. ખર્ચ મર્યાદિત રાખો. જીદને કારણે મોસાળ પક્ષ સાથે સંબંધ બગડી શકે. વેપારમાં પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થશે. નોકરીયાતોને ઉપલબ્ધિ અને પદોન્નતિના યોગ છે. પરિવારમાં સુમેળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર લીલો, લકી નંબર 8.
વૃષભ: અનુભવી લોકોના માર્ગદર્શનનો લાભ લો. જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં સમય જશે. જૂના મિત્રો સાથે મેળાપ થશે. વિદ્યાર્થીઓ એકાગ્ર રહેશે. ક્રોધ અને આવેશથી કામ અટકી શકે, ધીરજ રાખો. પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખો. વેપારમાં પડકારો રહેશે, પણ સુધારો થશે. નોકરીયાતોને વધારાનો સમય આપવો પડશે. પ્રેમ સંબંધ લગ્ન તરફ વળશે. સર્વાઇકલ અને ગળાની તકલીફ થઈ શકે. લકી કલર સફેદ, લકી નંબર 5.
મિથુન: સમય લાભકારી છે. ઘરની જાળવણી કે નવીનીકરણની યોજના બનશે. મહેમાનોની અવરજવર રહેશે. સામાજિક છબીમાં નિખાર આવશે. યુવાનો કરિયર પ્રત્યે બેદરકાર ન રહે. નજીકનો મિત્ર છેતરપિંડી કરી શકે. ઓનલાઈન કામમાં સાવધ રહો. વેપારમાં જાહેરાત વધારો. બિઝનેસ પાર્ટનર સાથે સંપર્ક રાખો. બાકી પેમેન્ટ મળવાની શક્યતા છે. નોકરીયાતો દસ્તાવેજ સાચવી રાખે. પરિવારમાં શાંતિ રહેશે. ઇન્ફેક્શન અને એલર્જી થઈ શકે. મહિલાઓ ખાસ ધ્યાન રાખે. લકી કલર બદામી, લકી નંબર 6.
કર્ક: દિવસની શરૂઆત સુખદ સમાચારથી થશે. યોજનાબદ્ધ રીતે કામ પૂર્ણ કરો. સંપર્ક વધારો. આર્થિક પક્ષ મજબૂત થશે. બેદરકારી ન દાખવો. બીજાની વાતમાં ન આવો. સંતાનને લગતી ચિંતા રહેશે. વેપારમાં ઉત્તમ પ્રસ્તાવ મળશે. ઓનલાઈન અને ફોન દ્વારા ઓર્ડર મળશે. નોકરીમાં પ્રમોશનના એંધાણ છે. જીવનસાથીનો સહયોગ રાહત આપશે. તણાવ પાચન પર અસર કરશે. યોગ કરો. લકી કલર ગુલાબી, લકી નંબર 2.
સિંહ: ગ્રહ સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. સ્વયં માટે મનન અને ચિંતનનો સમય ફાળવો. તેનાથી સમસ્યાનો ઉકેલ મળશે અને શારીરિક તથા માનસિક રીતે તાજગી અનુભવશો. ભાગ્યનો સાથ મળશે.
ઉપરોક્ત રાશિફળ જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મત પર આધારિત છે. આ સામાન્ય માહિતી છે, તેને અંતિમ સત્ય તરીકે ન લો.