સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી 2026: 5 નવેમ્બરથી દિવાળી પર્વની શરૂઆત, આ વર્ષે પણ બે-બે તિથિ, નૂતન વર્ષ પહેલા ધોકો

દિવાળી 2026: 5 નવેમ્બરથી દિવાળી પર્વની શરૂઆત, આ વર્ષે પણ બે-બે તિથિ, નૂતન વર્ષ પહેલા ધોકો

આગામી 5 નવેમ્બરથી દિવાળી પર્વ શ્રૃંખલાનો પ્રારંભ થશે. આ વર્ષે પણ તિથિ બે દિવસમાં આવતી હોવાથી નૂતન વર્ષ પહેલા ધોકો આવશે. મંદી અને મોંઘવારી વચ્ચે બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થતાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

5 નવેમ્બરે વાકબારસ, 6 નવેમ્બરે ધનતેરસ, 7 નવેમ્બરે કાળી ચૌદશ, 8 નવેમ્બરે દિવાળી-લક્ષ્મીપૂજન, 9 નવેમ્બરે પડતર દિવસ, 10 નવેમ્બરે બેસતું વર્ષ અને 11 નવેમ્બરે ભાઈબીજ ઉજવાશે.

નવરાત્રિથી જ એક તહેવાર બે દિવસમાં આવતો હોત તેવી સ્થિતિ છે. જેમ કે આઠમનો હવન બે દિવસ થયો અને દશેરા પણ ગુજરાતમાં 20મી ઓક્ટોબરના રોજ ઉજવાયાને બંગાળી દુર્ગા મહોત્સવ મુજબ 21મી ઓક્ટોબરના ઉજવાયા હતા. આ જ રીતે શરદ પુનમ પણ ગત રવિવારે ઉજવાય જે સોમવાર સવાર સુધી હતી. આ સિલસિલો દિવાળી તહેવારોમાં પણ જારી છે.

દિપાવલિના 7 પર્વોની માળા આ પ્રમાણે છે:

(1) પાંચમી નવેમ્બર એકાદશી સાથે વાકબારસ (સરસ્વતી પૂજા) તેમજ વસુબારસ (ગૌપૂજા)નો તહેવાર છે.

(2) છઠ્ઠી નવેમ્બરના રોજ નતેરસ અને ધનતેરસ પૂજનનો છે, જેમાં તેરસની તિથિ છઠ્ઠી નવેમ્બરના સવારે 10:30 વાગ્યે શરૂ થઈ સામતમી નવેમ્બરના 10:47 વાગ્યા સુધી છે એટલે કે રાત્રિ-સાયંકાળ પૂજન છઠ્ઠી નવેમ્બરના સાંજે 6 પછી ઉત્તમ ગણાય છે.

(3) કાળી ચૌદશનું પર્વ સાતમી નવેમ્બરના રોજ ઉજવાશે જે હનુમાનજી અને કાલી માતાને સમર્પિત હોય છે. આ દિવસે શનિવારનો ઉત્તમ સંયોગ પણ રચાયો છે.

(4) આઠમી નવેમ્બરના રોજ દિપાવલી, લક્ષ્મીપૂજા, ચોપડાપૂજન ઉજવાશે અને આ જ દિવસે નર્ક ચતુર્દશી પણ ઉજવાશે.

(5) નવમી નવેમ્બરના રોજના પડતર દિવસ જે દિવાળી દેવપૂજા અને દિવાળી સ્નાન તરીકે ઉજવાશે.

(6) 10મી નવેમ્બરના રોજ મંગળવારે સાલમુબારક કે રામરામ કહીને એકબીજાને શુભેચ્છા આપવાનું પર્વ નૂતન વર્ષ કે બેસતું વર્ષ અને આ દિવસે ગોવર્ધન પૂજા, અન્નકૂટ, બલિ પ્રતિપ્રદા ઉજવાશે.

(7) 11મી નવેમ્બરના રોજ ભાઈબહેનનો પરમપવિત્ર તહેવાર ભાઈબીજ, તેમજ યમ દ્વિતીયાનું પર્વ ઉજવાશે.