સત્ય. સાહસ. સંકલ્પ.

દિશા પાટનીના ગણેશ પૂજા આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ

દિશા પાટનીના ગણેશ પૂજા આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણપતિ પૂજામાં બોલિવૂડ અભિનેત્રી દિશા પાટની લાલ પરંપરાગત ઘાઘરા અને મેચિંગ બ્લાઉઝમાં જોવા મળી હતી. તેમણે લાલ દુપટ્ટો પણ સાથે રાખ્યો હતો. જોકે, તેમના ડીપ નેક બ્લાઉઝને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેમને ધાર્મિક પ્રસંગ માટે અયોગ્ય ગણાવી ટ્રોલ કર્યું હતું.

આ દરમિયાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં દિશા પાટની પરંપરાગત લાલ ઘાઘરા અને બ્લાઉઝમાં જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે તેમના કપડાંની સરખામણી હાલમાં જ વાયરલ થયેલી કૃતિ સેનનની રાખડી વાળી જાહેરાત સાથે કરી હતી. આ જાહેરાતમાં પણ કૃતિના ડીપ નેક બ્લાઉઝને લઈને વિવાદ થયો હતો અને બાદમાં તેને ટીવી તથા સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવી હતી.

દિશાના વીડિયો સામે આવ્યા બાદ એક યુઝરે ટિપ્પણી કરી, “દર વખતે એક સરખા જ કપડાં! ધાર્મિક કાર્યક્રમ માટે આ યોગ્ય નથી.” અન્ય એક યુઝરે કહ્યું કે આવા લોકોને આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં બોલાવવા જ ન જોઈએ. કેટલાકે દિશા સામે તીખી ટિપ્પણી પણ કરી છે. જોકે, અત્યાર સુધી દિશાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારની ગણપતિ પૂજામાં બોલિવૂડના અનેક મોટા સિતારાઓએ હાજરી આપી હતી, જેમાં સલમાન ખાન, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, કાજોલ, વરુણ ધવન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કૃતિ સેનન, જ્હાન્વી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સહિત અનેક સેલેબ્સનો સમાવેશ થાય છે.